
શિક્ષકો/મુખ્ય શિક્ષકો માટે અગત્યની સૂચના: ટીચર્સ પોર્ટલ પર PAR (ખાનગી અહેવાલ) ભરવા બાબત
✍🏻
રાજ્યના તમામ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો દ્વારા ટીચર્સ પોર્ટલ (Teacher Portal) પર વાર્ષિક ખાનગી અહેવાલ (PAR) ઓનલાઇન ભરવાની કામગીરી શરૂ થયેલ છે. આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવા માટે નીચે મુજબના સોપાન અનુસરવાના રહેશે.
૧..પોર્ટલ પર લોગિન કરવું
સૌપ્રથમ ssgujarat /CTS વેબસાઇટ પર જાઓ.
તમારો School Code / Username અને Password દાખલ કરો.
સ્ક્રીન પર દર્શાવેલ Captcha કોડ નોંધીને ‘Log In‘ બટન પર ક્લિક કરો.
૨.. ડેશબોર્ડ અને સ્થિતિ તપાસવી (Dashboard)
લોગિન થયા બાદ ડેશબોર્ડ પર તમારું નામ અને હોદ્દા સંબંધિત વિગતો દેખાશે.
ત્યાં દર્શાવેલ સૂચના (“Your Section 1 – Primary Information has not been submitted yet”) પરથી તમારી પ્રાથમિક માહિતી સબમિટ થયેલ છે કે નહીં તે ચકાસી લો.
3.. વિભાગ ૧: પ્રાથમિક માહિતી ભરવી (Section 1 – Primary Info)
મેનૂમાંથી અથવા ડેશબોર્ડ પરથી ‘Section 1: Primary Info’ પર જાઓ.
કર્મચારી ઓળખ વિગતો (Employee Identification): તમારું પૂરું નામ, HRPN નંબર, CTS ટીચર કોડ, શાળાનું નામ, UDISE કોડ, જન્મતારીખ, પ્રથમ નિમણૂક તારીખ, નિવૃત્તિ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા ભણાવતા ધોરણ અને વિષયોની વિગતો કાળજીપૂર્વક ચકાસી લો.
અહેવાલ લખનાર અને સમીક્ષા કરનાર સત્તાધિકારી (Reporting Officer & Reviewing Authority): અહીં સંબંધિત અહેવાલ લખનાર (Reporting Officer) અને સમીક્ષા કરનાર (Reviewing Authority) ની ભૂમિકા (Role), નામ, હોદ્દો (Designation), કોડ અને સમયગાળો (Time Duration) ઉમેરો.
જો એક કરતાં વધુ અધિકારી હોય, તો + Add Reporting Officer Row અથવા + Add Reviewing Authority Row નો ઉપયોગ કરી શકાય છે.
સત્યતા પ્રમાણપત્ર (Verification)
બધી વિગતો ચકાસી લીધા બાદ ફોર્મના અંતે આપેલ ચેકબોક્સ (“I hereby certify…”) પર ટીક કરો અને વિગતો ફ્રીઝ (Freeze / Submit) કરો.
એકવાર સબમિટ થયા બાદ આ વિભાગમાં ફેરફાર થઈ શકશે નહીં).
૪.. વિભાગ ૨: મૂલ્યાંકન (Section 2 – Evaluation)
વિભાગ ૧ સફળતાપૂર્વક ફ્રીઝ/સબમિટ થયા પછી ‘Section 2 – Evaluation’ વિભાગ સક્રિય થશે.
આ વિભાગમાં શાળાના શિક્ષકો/વિદ્યાસહાયકોના મૂલ્યાંકન કે અહેવાલ સંબંધિત નિયત કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
૫.. સમીક્ષા અને અંતિમ સબમિશન (Section 3 – Review & Final Lock)
મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલની સમીક્ષા (Review) કરી લેવી.
છેલ્લે ‘Final Lock’ પર ક્લિક કરીને PAR અહેવાલ આખરી રીતે સબમિટ (Lock) કરવાનો રહેશે.
શિક્ષક લોગ ઈન
Uid : Teacher Code
PW : Ssa@123
તમામ શિક્ષકમિત્રો તથા મુખ્ય શિક્ષકોએ ૩૦ મી ઓક્ટોબર સુધીમાં પોતાની પ્રાથમિક વિગતો ચકાસીને PAR ની ઓનલાઇન કામગીરી પૂર્ણ કરવાની રહેશે.











