NMMS Scholarship 2026-27: Complete details, dates, and application process for the National Means-cum-Merit Scholarship Scheme.

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના 2026-27” (NMMS) માટેનું સત્તાવાર જાહેરનામું ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને શાળા છોડવાનો દર (ડ્રોપ આઉટ રેશિયો) ઘટે તે માટે આર્થિક સહાય આપવાનો છે.

જો તમારું બાળક ધોરણ-૮ માં અભ્યાસ કરે છે, તો આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, લાયકાત શું છે અને પરીક્ષાની ફી કેટલી છે તેની તમામ માહિતી નીચે મુજબ છે.

HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ | વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ PDF ALL DOWNLOD


પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન વેબસાઇટ પર નિયત સમયમર્યાદામાં ભરવાના રહેશે.

ક્રમવિગતતારીખ / સમયગાળો
૧જાહેરનામું બહાર પાડ્યાની તારીખ૧૨/૧૦/૨૦૨૬
૨ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો૧૫/૧૦/૨૦૨૬ થી ૨૪/૧૦/૨૦૨૬
૩ઓનલાઇન પરીક્ષા ફી ભરવાનો સમયગાળો૧૫/૧૦/૨૦૨૬ થી ૨૬/૧૦/૨૦૨૬
૪પરીક્ષાની સંભવિત તારીખ૦૫/૧૨/૨૦૨૬

  • મેરીટ લિસ્ટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨,૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે.
  • આ લાભ ધોરણ-૯ થી ધોરણ-૧૨ સુધી સતત ચાર વર્ષ માટે મળવાપાત્ર રહેશે.
  • ગુજરાત રાજ્ય માટે આ વર્ષે કુલ ક્વોટા ૫,૦૯૭ વિદ્યાર્થીઓ નો નક્કી કરવામાં આવ્યો છે.
  • આ રકમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સીધી જ વિદ્યાર્થીના બેંક ખાતામાં (DBT) જમા કરવામાં આવશે.

  • વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકા) અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • ધોરણ-૭ માં મેળવેલ ગુણ:
    • જનરલ અને ઓ.બી.સી. (OBC) કેટેગરી: ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ.
    • એસ.સી. (SC) અને એસ.ટી. (ST) કેટેગરી: ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ.
  • ખાનગી શાળાઓ (સેલ્ફ ફાઇનાન્સ), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય અને નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં.

વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂ. ૩,૫૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઈએ.

  • ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ
  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (આગળ અને પાછળનો ભાગ)
  • વાલીની વાર્ષિક આવકનો દાખલો (મામલતદાર/TDO/તલાટી કમ મંત્રી માન્ય રહેશે)
  • ધોરણ-૭ ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • વિકલાંગતા (PH) અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

પરીક્ષા ફી ઓનલાઇન પેમેન્ટ ગેટવે (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI) દ્વારા જ સ્વીકારવામાં આવશે.

  • જનરલ, EWS અને ઓ.બી.સી. કેટેગરી: રૂ. ૭૦/-
  • એસ.સી., એસ.ટી. અને પી.એચ. કેટેગરી: રૂ. ૫૦/-
    (સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને ભરેલી ફી પરત મળશે નહીં)

આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની (MCQ Based) રહેશે અને તેમાં કોઈ નકારાત્મક ગુણાંકન (Negative Marking) નથી.

કસોટીનો પ્રકારપ્રશ્નોકુલ ગુણસમય
(૧) MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી)૯૦૯૦૯૦ મિનિટ
(૨) SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી)૯૦૯0૯૦ મિનિટ
  • MAT વિભાગ: તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો જેવા કે શ્રેણી, વર્ગીકરણ, પેટર્ન વગેરે પૂછાશે.
  • SAT વિભાગ: તેમાં ધોરણ-૭ નો પુરેપુરો અભ્યાસક્રમ અને ધોરણ-૮ ના પ્રથમ સત્રનો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસક્રમ રહેશે.
  • પાસ થવા માટે લઘુત્તમ ગુણ: જનરલ/OBC માટે ૪૦% અને SC/ST માટે ૩૨% ગુણ મેળવવા ફરજિયાત છે.

અરજી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

  1. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જાઓ.
  2. “Apply online” પર ક્લિક કરી “National means cum merit Scholarship Scheme (STD-8)” સામે Apply Now ક્લિક કરો.
  3. વિદ્યાર્થીનું નામ માત્ર આધારકાર્ડ મુજબ જ લખવું અને શાળાનો U-DISE કોડ નાખી વિગતો સબમિટ કરો.
  4. ફોટો અને સિગ્નેચર (15 Kb થી ઓછી સાઇઝ, JPG ફોર્મેટ) અપલોડ કરો.
  5. તમામ વિગતો ચકાસીને Confirm Application પર ક્લિક કરો. કન્ફોર્મ કર્યા બાદ જ અરજી માન્ય ગણાશે.
  6. છેલ્લે Print Application & Fee Challan પર ક્લિક કરી પરીક્ષાની ફી ઓનલાઇન ભરો અને રસીદ સાચવી રાખો.

પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લ્યુ પ્રિન્ટ PDF ડાઉનલોડ ૨૦૨૬ | Std 3 to 8 1st Semester Exam Blueprint

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ

Loading posts…
Trending Now
October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

નિષ્ઠા NISHTHA DIKSHA તાલીમ અંગે શિક્ષકો માટે સંપૂર્ણ માહિતી, Course શોધવાની રીત, Login, Join, Modules, Assessment અને Certificateની માહિતી જાણો.

નિષ્ઠા NISHTHA DIKSHA તાલીમ 2026 | શિક્ષકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

Focus Keyword:નિષ્ઠા તાલીમ DIKSHA Meta Description:નિષ્ઠા NISHTHA DIKSHA તાલીમ અંગે શિક્ષકો માટે સંપૂર્ણ માહિતી, Course શોધવાની રીત, Login, Join, Modules, Assessment અને Certificateની માહિતી જાણો. URL Slug:nishtha-diksha-training-teachers Keywordsનિષ્ઠા તાલીમ, NISHTHA તાલીમ, DIKSHA તાલીમ, NISHTHA DIKSHA, શિક્ષક તાલીમ, શિક્ષકો માટે નિષ્ઠા તાલીમ, NISHTHA FLN, NISHTHA 3.0, NISHTHA ECCE, DIKSHA Course, DIKSHA Certificate, ઓનલાઇન શિક્ષક તાલીમ, ગુજરાત […]

પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક બદલી કેમ્પ ૨૦૨૬ | HTAT Teacher Transfer Camp Schedule Gujarat

SEO Meta Description: ગુજરાત સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો (HTAT) માટે ૨૮ ઓક્ટોબરે દિવાળી વેકેશનમાં ઓફલાઇન બદલી કેમ્પ યોજાશે. જાણો શિક્ષણ વિભાગના નવા નિયમો અને પરિપત્રની વિગતો. htat primary teacher transfer camp 2026, gujarat primary school principal transfer news, gujarat htat badli camp 2026, gujarati shikshak badli camp schedule, prathmik shala mukhya shikshak badli, htat […]

ગુજરાતના શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન કેસ માર્ગદર્શિકા 2026. જરૂરી દસ્તાવેજો, સેવાપોથી, પગાર ગણતરી અને DPPF ચેકલિસ્ટ જાણો

પેન્શન કેસ માર્ગદર્શિકા 2026 | જરૂરી દસ્તાવેજો અને ચેકલિસ્ટ

પેન્શન કેસ માર્ગદર્શિકા 2026: સરકારી કર્મચારીઓ માટે જરૂરી દસ્તાવેજો, ચેકલિસ્ટ અને સંપૂર્ણ માહિતી ગુજરાતના શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન કેસ માર્ગદર્શિકા 2026. જરૂરી દસ્તાવેજો, સેવાપોથી, પગાર ગણતરી અને DPPF ચેકલિસ્ટ જાણોપેન્શન કેસ માર્ગદર્શિકા, પેન્શન કેસ ચેકલિસ્ટ ગુજરાત, Pension Case Checklist Gujarat, DPPF Pension Case, પેન્શન કેસ જરૂરી દસ્તાવેજો, સરકારી કર્મચારી પેન્શન, શિક્ષક પેન્શન કેસ, […]