School Sports Festival Report Writing [2026]

શાળામાં યોજાયેલા રમતોત્સવનો સુંદર અહેવાલ વાંચો. રમતોત્સવનું આયોજન, વિવિધ રમતો, વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી, વિજેતા વિદ્યાર્થીઓ અને ઇનામ વિતરણ સહિતની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

Focus Keyword:
શાળાનો રમતોત્સવ અહેવાલ લેખન

SEO Keywords:

શાળાનો રમતોત્સવરમતોત્સવ અહેવાલ લેખન શાળાના રમતોત્સવનો અહેવાલ રમતોત્સવ નિબંધ રમતોત્સવ કાર્યક્રમ શાળામાં રમતોત્સવ રમતોત્સવ અહેવાલ ગુજરાતી શાળા રમતોત્સવ અહેવાલ રમતગમતનું મહત્વ વિદ્યાર્થીઓનો રમતોત્સવ Sports Day Report in Gujarati School Sports Day Report Gujarati Report Writing

શું તમે ગુજરાતીમાં શાળાનો રમતોત્સવ વિશે અહેવાલ શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શાળાનો રમતોત્સવ વિશે ગુજરાતી અહેવાલ રજુ કર્યો છે અને છેલ્લે Shala no Ramotsav Aheval Lekhan In Gujarati ની PDF પણ Download કરી શકશો.

વાક્ય ના પ્રકાર pdf➡️ અહીંયા થી downlod કરો pdf
વિરામ ચિન્હ➡️ વિરામ ચિન્હ pdf માટે અહીંયા થી downlod કરો
શબ્દકોષ :શબ્દ કોષ એટલે શું? Pdf downlodPdf downlod
રૂઢિપ્રયોગો અને તેના અર્થ | Rudhiprayogo in Gujarati [PDF]Rudhiprayogo in Gujarati [PDF]
Happy Birthday Wishes in Gujarati [2026]Happy Birthday Wishes in Gujarati [2026]

શાળાનો રમતોત્સવ વિષય પર અહેવાલ લેખન

અહીં ગુજરાતી શાળાનો રમતોત્સવ વિશે એક અહેવાલ રજુ કર્યા છે જે 250, 300 શબ્દોમાં છે

શાળાનો રમતોત્સવ અહેવાલ | Shala no Ramotsav Aheval Lekhan in Gujarati

પ્રશ્ન / વિષયવસ્તુ: તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.

AHMADABAD

28/8/2026

અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષનો રમતોત્સવ ફેબ્રુઆરી મહિનાની પહેલી અને બીજી તારીખે યોજાઈ ગયો. ધોરણ 2 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ સવારે 7.00 વાગે અતિ ઉત્સાહથી શાળાએ આવી પહોંચ્યા. સો મેદાનમાં ગોઠવાઈ ગયા. સમૂહપ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. પછી શાળાના વ્યાયામ શિક્ષકશ્રી ………….એ રમતોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ મુખ્ય મહેમાનશ્રી …………………..નો પરિચય આપ્યો અને તેમનું ફૂલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો અને ટૂંકું પ્રવચન આપ્યું. આચાર્યશ્રીએ ઉત્સાહપ્રેરક સૂત્રો બોલાવ્યાં. પછી સૌએ પ્રતિજ્ઞાવાચન કર્યું. મુખ્ય મહેમાને મંગલદીપ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મૂક્યો. બૅન્ડના ધ્વનિ સાથે આકાશમાં ફુગ્ગા ઉડાડવામાં આવ્યા. સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી મૂક્યું.

રમતો શરૂ થઈ. અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખો-ખો, વૉલીબૉલ, દોડ જેવી રમતો રમાવા લાગી. ગુજરાતી શિક્ષકશ્રી ………….. રમતોની ‘રનિંગ કૉમન્ટરી’ તેમની રમૂજી શૈલીમાં આપીને ખેલાડીઓ અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારી રહ્યા હતા. જેઓ જીતતા તેઓ અતિ આનંદમાં આવી જતા. સંગીતખુરશી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ગોળાફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી અનેક રમતો રમાઈ.

બીજે દિવસે ઇનામવિતરણ કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાને વિજેતાઓને ઈનામો આપ્યાં. સૌ વિદ્યાર્થીઓએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા.

રમતોના બંને દિવસ દરમિયાન શાળામાં ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયું હતું.

અન્ય સૂચનો:

  • અહેવાલને સ્પષ્ટ અને સરળ ભાષામાં લખો.
  • અહેવાલમાં તમે જે જોયું અને અનુભવ્યું તેનું વર્ણન કરો.
  • અહેવાલમાં તમારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરો.
  • અહેવાલમાં ચિત્રો ઉમેરી શકો છો.

નોંધ: આ અહેવાલ માત્ર એક નમૂનો છે. તમે તમારી શાળામાં થયેલા કાર્યક્રમના આધારે આ અહેવાલને વધુ વિગતવાર બનાવી શકો છો.

અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

  1. અહેવાલ એટલે બનેલ હકીક્ત,ઘટના કે બનાવનું નજરે જોયેલું સાચું, સચોટ અને ટૂંકુ નિરૂપણ.
  2. આપેલ વિષયને બરાબર સમજો.
  3. પ્રથમ કાચી રૂપરેખા બનાવવી પછી પાકો અહેવાલ લખવો.
  4. બનેલ ઘટનાનો ક્રમ જાળવવો.
  5. ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ, કોઇપણ જાતની અતિશોયક્તિ વિના આશરે ૧૦૦ શબ્દો (દસપંદર વાક્યો)ની મર્યાદામાં પૂર્ણ કરવી.
  6. અહેવાલમાં તારીખ,સમય,સ્થળ,વ્યક્તિવિશેષ વગેરેનો સ્પસ્ટ ઉલ્લેખ કરવો જરૂરી.
  7. ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા.
  8. અહેવાલની ભાષા શુદ્ધ, સરળ, ટૂંકા વાક્યોવાળી અને આકર્ષક હોવી જોઇએ.
  9. અહેવાલને અનુકૂળ યોગ્ય શીર્ષક આપવું.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ
🔗tanvi Gujrat Saral School – સરળ શિક્ષણ, સરળ માહિતી

October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ગુજરાતની શાળાઓમાં મિશન LiFE અંતર્ગત ઇકો ક્લબ (Eco Clubs) ની મુખ્ય પ્રવૃત્તિઓ, ૭ થીમ્સ અને વાર્ષિક અહેવાલ (Report Format) ની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં મેળ

શાળામાં ઇકો ક્લબ અને મિશન LiFE (Lifestyle for Environment)

ગુજરાતની શાળાઓમાં મિશન LiFE અંતર્ગત ઇકો ક્લબ (Eco Clubs) ની મુખ્ય પ્રવૃત્તિઓ, ૭ થીમ્સ અને વાર્ષિક અહેવાલ (Report Format) ની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં મેળવો. Eco Clubs for Mission LiFE Gujarat, ઇકો ક્લબ શાળા પ્રવૃત્તિઓ, Youth and Eco Club Gujarat schools, મિશન LiFE શાળા અહેવાલ, Eco club activities in Gujarati, GCERT Eco club schools, Ek Ped […]

આધુનિક યુગનું દૂષણ: પ્રદૂષણ વિષય પર ગુજરાતી નિબંધ

Pollution Essay in Gujarati

આ આર્ટિકલમાં અમે આધુનિક યુગના દૂષણ વિશે નિબંધ રજૂ કરીએ છીએ. Pollution Essay in Gujarati પર અમે દૂષણના વિભિન્ન પાસાં વિશે વિશદ માહિતી આપે છીએ. આખરીમાં Pollution Nibandhની PDF પણ ડાઉનલોડ કરી શકશો. આધુનિક યુગનું દૂષણ: પ્રદૂષણ વિષય પર ગુજરાતી નિબંધ આધુનિક યુગમાં દૂષણ વિષે નિબંધ છે. આ નિબંધ 300 શબ્દોમાં છે અને ધોરણ 6 […]

સંયોજક એટલે શું? સંયોજકના પ્રકારો, શબ્દો અને ઉદાહરણો | ગુજરાતી વ્યાકરણ

“sanyojak-gujarati-grammar”

સંયોજક એટલે શું? સંયોજકના પ્રકારો, શબ્દો અને ઉદાહરણો | ગુજરાતી વ્યાકરણ Meta Description:સંયોજક એટલે શું, સંયોજકના પ્રકારો, સંયોજક શબ્દો અને સરળ ઉદાહરણો જાણો. વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણનો સરળ અને સંપૂર્ણ અભ્યાસ. સંયોજક એટલે શું સંયોજક, સંયોજક એટલે શું, સંયોજકના પ્રકાર, સંયોજકના ઉદાહરણ, સંયોજક શબ્દો, ગુજરાતી વ્યાકરણગુજરાતી વ્યાકરણ સંયોજક, સંયોજકના પ્રકારો અને ઉદાહરણ, Gujarati Grammar, Gujarati […]