ગુજરાતની શાળાઓમાં મિશન LiFE અંતર્ગત ઇકો ક્લબ (Eco Clubs) ની મુખ્ય પ્રવૃત્તિઓ, ૭ થીમ્સ અને વાર્ષિક અહેવાલ (Report Format) ની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં મેળવો.
Eco Clubs for Mission LiFE Gujarat, ઇકો ક્લબ શાળા પ્રવૃત્તિઓ, Youth and Eco Club Gujarat schools, મિશન LiFE શાળા અહેવાલ, Eco club activities in Gujarati, GCERT Eco club schools, Ek Ped Maa Ke Naam school activity, શાળા પર્યાવરણ પ્રવૃત્તિઓ, Samagra Shiksha Gujarat Eco club
ભારત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અન્વયે શાળાઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે ‘ઇકો ક્લબ ફોર મિશન LiFE’ (Eco Clubs For Mission LiFE) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી (Sustainable Lifestyle) નો વિકાસ કરવાનો છે. ગુજરાતમાં GCERT અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આ પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.
મિશન LiFE ના મુખ્ય ૭ થીમ્સ (Themes):
શાળાની ઇકો ક્લબ મુખ્યત્વે પર્યાવરણ બચાવવાના ૭ મહત્વના મુદ્દાઓ પર કામ કરે છે:
- સ્વસ્થ જીવનશૈલી અપનાવવી (Adopt Healthy Lifestyles)
- ટકાઉ અન્ન પ્રણાલી અપનાવવી (Adopt Sustainable Food Systems)
- કચરાનો ઘટાડો કરવો (વેસ્ટ મેનેજમેન્ટ) (Reduce Waste)
- ઈ-કચરો ઘટાડવો (Reduce E-waste)
- ઊર્જાની બચત કરવી (Save Energy)
- પાણીની બચત કરવી (Save Water)
- સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર (Say No to Single-Use Plastic)
Swachhata Hi Seva 2026: Why Schools are Installing 4 Types of Waste Bins
ઇકો ક્લબ અંતર્ગત શાળામાં થતી મુખ્ય પ્રવૃત્તિઓ (Activities):
https://ecoclubs.education.gov.in/swachhata-hi-seva?start=learn
- વૃક્ષારોપણ અને કિચન ગાર્ડન: શાળાના કેમ્પસમાં છોડ અને વૃક્ષો વાવવા. “એક પેડ મા કે નામ” (Ek Ped Maa Ke Naam) ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઔષધબાગ (મેડિસિનલ પ્લાન્ટ્સ) અને શાકભાજીના બગીચા તૈયાર કરવા.
- જલ શક્તિ અને સ્વચ્છતા અભિયાન: શાળામાં પાણીનો બગાડ અટકાવવો, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સમજાવવું અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કરવી.
- પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ: શાળાને પ્લાસ્ટિક મુક્ત ઝોન જાહેર કરવો અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ (Best Out of Waste) તેમજ ઇકો-બ્રિક્સ (Eco Bricks) બનાવવાની પ્રવૃત્તિઓ કરવી.
- જાગૃતિ કાર્યક્રમો: પર્યાવરણ દિવસ અને પૃથ્વી દિવસ (Earth Day) ની ઉજવણી કરવી, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નાટક દ્વારા ગામમાં જાગૃતિ લાવવી.
Eco club all informeshan, Eco Club Activity File PDF Downlod
ડિજિટલ ટ્રેકિંગ અને રિપોર્ટિંગ:
હાલમાં મિશન LiFE માટે એક ખાસ Eco Clubs for Mission LiFE મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ પણ લોન્ચ કરાયું છે. શાળાના નોડલ શિક્ષકો આ પોર્ટલ પર ફોટોગ્રાફ્સ સાથે પ્રવૃત્તિઓનો અહેવાલ (Report) ઓનલાઇન અપલોડ કરે છે.
૧. ઇકો ક્લબ વાર્ષિક અહેવાલ નમૂનો (Annual Report Formatting)
શાળાનું નામ: ________________________________________
ડાયસ કોડ (DISE Code): ______________ તાલુકો: ______________ જીલ્લો: ______________
વર્ષ: ૨૦૨૬-૨૭
ઇકો ક્લબ નોડલ શિક્ષકનું નામ: _______________________________________
પ્રસ્તાવના:
ભારત સરકાર અને શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમારી શાળામાં “ઇકો ક્લબ ફોર મિશન LiFE” અંતર્ગત વિવિધ પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૬ થી ૮/૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા લાવવાનો છે.
મુખ્ય પ્રવૃત્તિઓનો અહેવાલ (Activity Highlights):
- ૧. વૃક્ષારોપણ ઝુંબેશ (Ek Ped Maa Ke Naam):
શાળા પરિસરમાં અને ગામના જાહેર સ્થળોએ કુલ [સંખ્યા] જેટલા વૃક્ષો અને ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને એક-એક વૃક્ષ દત્તક આપી તેના ઉછેરની જવાબદારી સોંપાઈ. - ૨. પાણી અને ઊર્જા બચત (Save Water & Energy):
શાળામાં મધ્યાહન ભોજન અને પીવાના પાણીના સ્થાને બગાડ અટકાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી. પૃથ્વી દિવસ (Earth Day) નિમિત્તે ઊર્જા બચત અંતર્ગત ક્લાસરૂમની બહાર જતા સમયે લાઈટ-પંખા બંધ કરવાની ટેવ પાડવામાં આવી. - ૩. પ્લાસ્ટિક મુક્ત શાળા (Single-Use Plastic Ban):
શાળા કેમ્પસને સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત જાહેર કરાયો. વિદ્યાર્થીઓ દ્વારા નકામા પ્લાસ્ટિકમાંથી ‘ઇકો-બ્રિક્સ’ (Eco-Bricks) બનાવવામાં આવી. - ૪. વેસ્ટમાંથી બેસ્ટ અને ચિત્ર સ્પર્ધા:
પર્યાવરણ દિન નિમિત્તે શાળામાં “કચરામાંથી કંચન” (Best out of Waste) પ્રદર્શન યોજાયું અને પર્યાવરણ જાગૃતિ વિષય પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું.
પરિણામ અને અસર:
આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કચરાના નિકાલ, પાણીની બચત અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. શાળાના તમામ ફોટોગ્રાફ્સ અને વિગતો Eco Clubs for Mission LiFE પોર્ટલ પર ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે.
તારીખ: ____________
નોડલ શિક્ષકની સહી: ____________ આચાર્યશ્રીની સહી/સિક્કો: ____________
૨. ઇકો ક્લબ રજીસ્ટર નમૂનો (Eco Club Register Format)
શાળાના ઇકો ક્લબ રજીસ્ટરમાં મુખ્યત્વે ૩ વિભાગ હોવા જરૂરી છે. આ મુજબ રજીસ્ટરના પાના તૈયાર કરવા:
વિભાગ એ: ઇકો ક્લબ કમિટી (મેમ્બર લિસ્ટ)
(આ પત્રક રજીસ્ટરના પ્રથમ પાના પર બનાવવું)
| ક્રમ | વિદ્યાર્થી / સભ્યનું નામ | ધોરણ | રોલ નં. | કમિટીમાં હોદ્દો (દા.ત. પ્રમુખ, મંત્રી, સભ્ય) |
|---|---|---|---|---|
| ૧ | ઇકો ક્લબ લીડર (વિદ્યાર્થી પ્રમુખ) | |||
| ૨ | ઉપપ્રમુખ (વિદ્યાર્થી) | |||
| ૩ | વનસ્પતિ સંરક્ષણ મંત્રી | |||
| ૪ | જલ શક્તિ મંત્રી | |||
| ૫ | સ્વચ્છતા મંત્રી |
વિભાગ બી: માસિક પ્રવૃત્તિ લોગ (Activity Log Table)
(દરેક પ્રવૃત્તિ થાય ત્યારે આ કોષ્ટકમાં એન્ટ્રી કરવી)
| ક્રમ | પ્રવૃત્તિની તારીખ | મિશન LiFE થીમ (દા.ત. ઊર્જા બચત, વૃક્ષારોપણ) | પ્રવૃત્તિની ટૂંકી વિગત | ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા | પોર્ટલ પર અપલોડ સ્ટેટસ (હા/ના) |
|---|---|---|---|---|---|
| ૧ | ૦૫/૦૬/૨૦૨૬ | વૃક્ષારોપણ | વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અને છોડ વાવેતર | ૪૫ વિદ્યાર્થીઓ | હા |
| ૨ | ૧૫/૦૭/૨૦૨૬ | કચરાનો ઘટાડો | શાળા સફાઈ અને ઇકો-બ્રિક્સ મેકિંગ | ૫૦ વિદ્યાર્થીઓ | હા |
| ૩ |
વિભાગ સી: ગ્રાન્ટ / ખર્ચનું પત્રક (Financial Record)
(સરકાર તરફથી મળતી ઇકો ક્લબ ગ્રાન્ટનો હિસાબ)
| ક્રમ | તારીખ | વિગત (આવક / જે તે વસ્તુ ખરીદી) | જમા રકમ (₹) | ઉધાર રકમ (₹) | બાકી સિલક (₹) | બિલ નંબર |
|---|---|---|---|---|---|---|
| ૧ | ૨૦/૦૬/૨૦૨૬ | ઇકો ક્લબ વાર્ષિક ગ્રાન્ટ જમા | ૫,૦૦૦/- | – | ૫,૦૦૦/- | – |
| ૨ | ૨૫/૦૬/૨૦૨૬ | વૃક્ષોના કુંડા અને ખાતરની ખરીદી | – | ૧,૨૦૦/- | ૩,૮૦૦/- | Bill-024 |
| ૩ |
Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨
🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ
- CGMS જ્ઞાનસાધના પરીક્ષા ધોરણ 8 જૂના પેપર 2026 | પ્રશ્નપત્રો, તૈયારી અને માર્ગદર્શિકા
- જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 5 જૂના પેપર PDF Download | JNVST Class 5 Previous Year Question Papers Gujarati
- પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લ્યુ પ્રિન્ટ PDF ડાઉનલોડ ૨૦૨૬ | Std 3 to 8 1st Semester Exam Blueprint
- પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક બદલી કેમ્પ ૨૦૨૬ | HTAT Teacher Transfer Camp Schedule Gujarat
- નિપુણ પખવાડિયું 2026: 15 દિવસની પ્રવૃત્તિઓ અને ગ્રાન્ટ


