Gandhi Jayanti Essay in Gujarati

ગાંધી જયંતી વિશે ગુજરાતીમાં નિબંધ 

મહાત્મા ગાંધીજી ગુજરાતી નિબંધ, મહાત્મા ગાંધી નિબંધ, ગાંધીજી વિશે નિબંધ, ગાંધીજીનું જીવનચરિત્ર, મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજીનો જન્મ, ગાંધીજીનું બાળપણ, ગાંધીજીનું શિક્ષણ, ગાંધીજીના વિચારો, ગાંધીજીનું સત્ય અને અહિંસા, ગાંધીજીનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો, ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, ગાંધી જયંતિ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, મહાત્મા ગાંધી જીવનચરિત્ર ગુજરાતી, ગાંધીજી નિબંધ ગુજરાતી

  1. પ્રસ્તાવના
  2. ગાંધીજીનું જીવન અને કાર્ય 
  3. ગાંધીજયંતીની ઉજવણી
  4. ઉપસંહાર

આપણે વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ. ગાંધીજયંતી આપણો રાષ્ટ્રીય તહેવાર છે.

ગાંધીજયંતીનો તહેવાર દર વર્ષે બીજી ઑક્ટોબરના દિવસે ઊજવાય છે. ગાંધીજયંતી એટલે ગાંધીજીનો જન્મદિવસ. ઈ. સ. 1869ના ઑક્ટોબરની બીજી તારીખે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં થયો હતો. ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા. સામાન્ય બાળકોની જેમ | તેમનાથી પણ અનેક ભૂલો થઈ હતી, પરંતુ તેમનામાં હંમેશાં સાચું બોલવાનો ગુણ હતો. તથા ‘મારાથી આ ભૂલ થઈ ગઈ છે’, એની જાણ થયા પછી તેઓ તે ભૂલ ફરીથી ક્યારેય કરતા નહોતા. આ મહાન ગુણને લીધે જ તે જીવનમાં થતી ભૂલો સુધારી શક્યા અને મહાન બન્યા. તેઓ વિલાયત જઈને વકીલાતનું ભણ્યા. તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં સત્યાગ્રહનો માર્ગ અપનાવી અંગ્રેજો દ્વારા અપનાવાયેલી રંગભેદની નીતિને લીધે થતા અન્યાયો તેમણે દૂર કરાવ્યા. ઈ. સ. 1915માં તેઓ ભારત આવ્યા. ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે લડત ચલાવી. લાંબા સંઘર્ષને અંતે ઈ. સ. 1947ની પંદરમી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો. ગાંધીજી ‘રાષ્ટ્રપિતા’ તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા.

ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા. સવાર- સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા. તે દરરોજ રેંટિયો કાંતતા. તે ઘણી ઓછી વસ્તુઓથી ચલાવી લેતા. લોકોનું દુઃખ જોઈ તેમનું હૈયું દ્રવી ઊઠતું. તેઓ કર્મયોગી હતા, એક સંત હતા. તેથી જ ‘મહાત્મા’ તરીકે ઓળખાયા.

ગાંધીજયંતીના દિવસે ઠેર ઠેર સમૂહપ્રાર્થના અને સમૂહકાંતણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્લીમાં આવેલી છે. તે ‘રાજઘાટ’ તરીકે ઓળખાય છે. આ દિવસે દેશનેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ત્યાં ફૂલો ચડાવે છે. ત્યાં ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શાળાઓમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. પ્રાર્થનાસભામાં ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ …’ ગવાય છે. ગાંધીજીનાં જીવન અને કાર્યો વિશે વક્તવ્યો આપવામાં આવે છે. કેટલાંક સ્થળે ગાંધી સાહિત્યનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે.

ગાંધીજી 20મી સદીની શ્રેષ્ઠ પ્રતિભા છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ તેમજ સત્ય, અહિંસા, સાદાઈ અને સેવાના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ

Gandhi Jayanti Essay in Gujarati

દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજયંતી આવે છે.

2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. તે આઝાદીની લડતના નેતા હતા. તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું. તેમણે દાંડીકૂચ કરી કાનૂનભંગની લડત ચલાવી હતી. તેમનાં આંદોલનોન પરિણામે 1947ની પંદરમી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો.

ગાંધીજી સાદાઈથી રહેતા. એક ટૂંકી પોતડી પહેરતા. સવાર-સાંજ પ્રાર્થના કરતા. તે દરરોજ રેટિયો કાંતતા. ઊંચનીચના ભેદભાવોમાં તે માનતા નહોતા. સ્વદેશીના તે હિમાયતી હતા.

ગાંધીજયંતીના દિવસે ઠેરઠેર પ્રાર્થનાસભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઠેરઠેર કાંતણના અને સફાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે દેશનેતાઓ તેના પર ફૂલો ચડાવે છે. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.

વૈષ્ણવજન તો તેને રે કહીયે,

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. — વૈષ્ણવ ૧.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. — વૈષ્ણવ ૨.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.— વૈષ્ણવ ૩.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે. — વૈષ્ણવ ૪.


વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. — વૈષ્ણવ ૫.

શું તમે ગુજરાતીમાં ગાંધીજી વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

[2025] સૈનિક સ્કૂલ પરીક્ષા પેપર ગુજરાતી | Sainik School Question Paper PDF

tanvipatel2692010@gmail.com Avatar

Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨

🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ

October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ગાંધી જયંતી નિમિત્તે શાળા માટે સુંદર અહેવાલ લેખન. સ્વચ્છતા અભિયાન, ખાદી અને સ્વદેશી, વૃક્ષારોપણ તથા ગાંધીજીના વિચારોની સંપૂર્ણ માહિતી

Gandhi Jayanti Aheval in Gujarati [PDF]

📌 Meta Descriptionગાંધી જયંતી નિમિત્તે શાળા માટે સુંદર અહેવાલ લેખન. સ્વચ્છતા અભિયાન, ખાદી અને સ્વદેશી, વૃક્ષારોપણ તથા ગાંધીજીના વિચારોની સંપૂર્ણ માહિતી ગાંધી જયંતી, ગાંધી જયંતી નિબંધ, ગાંધી જયંતી અહેવાલ, મહાત્મા ગાંધી જયંતી, ગાંધી જયંતી ઉજવણી, ગાંધી જયંતી કાર્યક્રમ, ગાંધી જયંતી અહેવાલ લેખન, ગાંધીજી પર અહેવાલ, ગાંધીજીના વિચારો, સ્વચ્છતા અભિયાન, ગાંધી જયંતી સ્વચ્છતા, સ્વચ્છતા કાર્યક્રમ, ખાદી […]

મહાત્મા ગાંધીજી વિશે ગુજરાતી નિબંધ વાંચો. ગાંધીજીનું જીવન, બાળપણ, શિક્ષણ, સત્ય, અહિંસા, સ્વદેશી વિચારો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન વિશે સરળ માહિતી.

Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધીજી વિશે ગુજરાતી નિબંધ વાંચો. ગાંધીજીનું જીવન, બાળપણ, શિક્ષણ, સત્ય, અહિંસા, સ્વદેશી વિચારો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન વિશે સરળ માહિતી. મહાત્મા ગાંધીજી ગુજરાતી નિબંધ, મહાત્મા ગાંધી નિબંધ, ગાંધીજી વિશે નિબંધ, ગાંધીજીનું જીવનચરિત્ર, મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજીનો જન્મ, ગાંધીજીનું બાળપણ, ગાંધીજીનું શિક્ષણ, ગાંધીજીના વિચારો, ગાંધીજીનું સત્ય અને અહિંસા, ગાંધીજીનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો, ગાંધીજીની […]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગાંધીજી વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Mahatma Gandhi Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.

 Lines on Mahatma Gandhi in Gujarati

શું તમે ગુજરાતીમાં ગાંધીજી વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગાંધીજી વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Mahatma Gandhi Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો. મહાત્મા ગાંધીજી વિશે 10 વાક્યો અહીં ગુજરાતી ગાંધીજી વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે […]