મહાત્મા ગાંધીજી વિશે ગુજરાતી નિબંધ વાંચો. ગાંધીજીનું જીવન, બાળપણ, શિક્ષણ, સત્ય, અહિંસા, સ્વદેશી વિચારો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન વિશે સરળ માહિતી.
મહાત્મા ગાંધીજી ગુજરાતી નિબંધ, મહાત્મા ગાંધી નિબંધ, ગાંધીજી વિશે નિબંધ, ગાંધીજીનું જીવનચરિત્ર, મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજીનો જન્મ, ગાંધીજીનું બાળપણ, ગાંધીજીનું શિક્ષણ, ગાંધીજીના વિચારો, ગાંધીજીનું સત્ય અને અહિંસા, ગાંધીજીનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો, ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, ગાંધી જયંતિ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, મહાત્મા ગાંધી જીવનચરિત્ર ગુજરાતી, ગાંધીજી નિબંધ ગુજરાતી
મહાત્મા ગાંધી વિશે ગુજરાતીમાં નિબંધ
🇮🇳 મહાત્મા ગાંધીજી – ગુજરાતી નિબંધ
✅ પ્રસ્તાવના
મહાત્મા ગાંધીજી ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજસુધારક અને અહિંસાના પ્રખર ઉપાસક હતા. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર, ગુજરાતમાં થયો હતો. સત્ય, અહિંસા, સાદગી અને સ્વદેશી જેવા વિચારોને જીવનમાં ઉતારીને તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
શું તમે ગુજરાતીમાં ગાંધીજી વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. બાળપણમાં તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા-બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બૅરિસ્ટર બન્યા.

ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિંદીઓને થતો અન્યાય નજરોનજર જોયો. તેમને પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે તે અન્યાય દૂર કરાવવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી.
ત્યારપછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમનાં શસ્ત્રો હતાં. દેશની જનતા અને અનેક દેશનેતાઓએ તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા, પણ તેઓ હિંમત હાર્યા નહિ. છેવટે સૌના પ્રયત્નોથી ભારતને 1947માં આઝાદી મળી.
ગાંધીજીએ અમદાવાદમાં પહેલાં કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા, ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર-સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થનાસભામાં અનેક લોકો આવતા. તેમને ‘વૈષ્ણવજન તો તેને રે ક્હીએ’ એ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિપ્રિય હતું. તેઓ દરરોજ રેંટિયો કાંતતા. તેમણે પોતાની આત્મકથા લખી છે, જે ‘સત્યના પ્રયોગો’ નામે જાણીતી છે. તેમનાં પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો.
દેશવાસીઓ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે આજે પણ યાદ કરે છે.
મહાત્મા ગાંધી નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Mahatma Gandhi Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Gujrat Saral School 🌐📚
ગુજરાતી શિક્ષણ સામગ્રી, નિબંધ, પ્રશ્નપત્ર, માર્કશીટ અને શિક્ષણ અપડેટ્સ માટેની સરળ વેબસાઈટ. ✨
🔹 અભ્યાસ સામગ્રી
🔹 શિક્ષક ઉપયોગી માહિતી
🔹 પરીક્ષા & મોડેલ પેપર
🔹 નવીનતમ શિક્ષણ અપડેટ્સ


